News of Tuesday, 15th July 2025
સુરેન્દ્રનગરના મ્યુ. કમિશનર નવનાથ ગવ્હાણેનો જન્મદિન
રાજકોટના ભૂતપૂર્વ લોકપ્રિય વિકાસ અધિકારી

રાજકોટ : સુરેન્દ્રનગરની નવરચિત મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર બનવાનું માન મેળવનાર ડો. નવનાથ ગવ્હાણે માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. આજે ૧પ જુલાઇએ તેમણે વાઇબ્રન્ટ જીવનના ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની અને ર૦૧૬ ની બેંચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેમણે ખૂબ લોકપ્રિયતા મેળવી હતી.ડો. નવનાથ ગવ્હાણે ભૂતકાળમાં સુરેન્દ્રનગરમાં ડી. ડી. ઓ., રાજયમાં અધિક ગ્રામ વિકાસ કમિશનર, આરોગ્ય વિભાગમાં ચીફ પર્સોનલ ઓફીસર વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. દ્રષ્ટિવંતા અધિકારી તરીકે જાણીતા છે. તેમના કાર્યકાળમાં સુરેન્દ્રનગરના વિકાસના નવા દ્વાર ખુલી રહ્યા છે.
મો. ૯૯૭૮૪ ૯૯પ૮૯ સુરેન્દ્રનગર
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
