<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

ગુજરાત બાયોટેકનોલોજી મિશનના નિયામક ડી. ડી. જાડેજાનો જન્‍મદિન

રૂડાના પૂર્વ સી.ઇ.ઓ., સોમનાથના પૂર્વ કલેકટર

રાજકોટ :. ગુજરાતના સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી વિભાગ હેઠળના સ્‍ટેટ બાયોટેકનોલોજી મિશનના નિયામક તરીકે ફરજ બજાવતા આઇ. એ. એસ. કેડરના અધિકારી શ્રી ડી. ડી. જાડેજાનો જન્‍મ તા. ૧૬ જુલાઇ ૧૯૬૮ ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષની કેડીએ કદમ માંડયા છે.

શ્રી ડી. ડી. જાડેજાનો રાજકોટ સાથે આત્‍મીય નાતો છે. તેઓ અગાઉ વડોદરા જિલ્લા પુરવઠા અધિકારી, નખત્રાણા અને જુનાગઢમાં પ્રાંત અધિકારી, ભાવનગર અને મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક રૂડામાં મુખ્‍ય કારોબારી અધિકારી, મોરબીમાં ડી. ડી. ઓ., રાજયમાં લાઇવલી હુડ પ્રમોશન કંપનીમાં એમ. ડી. અધિક વિકાસ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. સોમનાથ જિલ્લા કલેકટર તરીકે તેમણે સપાટો બોલાવ્‍યો હતો. (મો. ૯૯૭૯૦ ૭૪૭૪૭-ગાંધીનગર

(11:29 AM IST)