News of Wednesday, 16th July 2025
રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને યુવા એડવોકેટ સેજપાલસિંહ ઝાલાનો આજે જન્મદિન

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા. ૧૬: શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તેમજ ક્ષત્રિય સમાજ લીંબડીના ટોકરાળા ગીરાસદાર રાજપૂત સમાજના યુવા અગ્રણી એડવોકેટ સેજપાલસિંહજી ઝાલાનો આજે જન્મદિવસ છે. સેજપાલસિંહજી ઝાલા સરળ સ્વભાવ અને ક્ષત્રિય સમાજ માટે હરહંમેશ સેવા કરનાર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૫૬૨ રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવા અંગે સુરેન્દ્રનગર રાજપુત વિકાસ સમિતિ તેમજ રાજપુત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિમાં સાથે રહીને મુખ્યમંત્રી સાથે રુબરુ મુલાકાત કરીને રજુઆત કરી હતી તથા સમસ્ત ક્ષત્રીય રાજપૂત સમાજને સોશ્યલ મીડિયા અને ફેસબુકમાં આપણો રાજપૂત સમાજ ગ્રુપના માધ્યમ થકી તમામ રાજપૂત સમાજને એકતાના તાંતણે જોડનાર સેજપાલસિંહજી ઝાલાનો આજે જન્મદિવસ હોવાથી મો.૮૧૬૦૧૮૭૭૯૪ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. (૭.૧૯)
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
