<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વા. ચેરમેન ડો.પ્રવિણ વિમાવતનો કાલે જન્‍મદિન

રાજકોટઃ  કવિ, કટ્ટાર લેખક અને શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે રાજય અને રાષ્‍ટ્રીય એવોર્ડથી સન્‍માનીત ડો. પ્રવિણભાઇ નિમાવત શુક્રવારે તા.૧૮ના રોજ ૫૯માં પ્રવેશ કરી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટના વાઇસ ચેરમેન, ભારતીય જનતા પાર્ટી-સહકારી સેલ રાજકોટના પૂર્વ-કન્‍વીનર, સહકાર ભારતી ક્રેડીટ કો.ઓ.સો. રાજકોટ પ્રકોષ્‍ટ અધ્‍યક્ષ, શ્રી રાજકોટ ડિસ્‍ટ્રીકટ કો.ઓપ. ક્રેડીટ સોસાયટીઝ ફ્રેડરેશન લી.ના ડિરેકટર, શ્રી અવધૂત ક્રેડીટ કો.ઓપ.સોસાયટી લી. અને શ્રી અવધૂત એજયુ.એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટના ચેરમેન તેમજ સૌ.યુનીના સ્‍ટડી બોર્ડમાં સેવા આપનાર ડો. પ્રવિણભાઇ નિમાવત દિકરાનું ઘર (વૃધ્‍ધાશ્રમ)-ઢોલરામાં કારોબારી સદસ્‍ય છે. મો.૯૪૨૬૨ ૫૦૫૦૩

(3:01 PM IST)