<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

યુવા એડવોકેટ હાર્દિક શેઠનો આજે જન્‍મદિવસ

રાજકોટ, બાર એસોસિએશનના સભ્‍ય અને યુવા એડવોકેટ હાર્દિક શેઠનો આજે જન્‍મ દિવસ છે. હાર્દિક શેઠ એ પ્રાથમિક શિક્ષણ લીધા બાદ  ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એલ.એલ.બીનો અભ્‍યાસ કરેલો અને લોના અભ્‍યાસની શરૂઆતથી જ કોર્ટ પ્રેક્‍ટીસ શરૂ કરેલ હતી. તેઓ રાજકોટના ખ્‍યાતનામ એડવોકેટ તુષાર ગોકાણીના જુનીયર તરીકે વકીલાત કરે છે. સેસન્‍સ કોર્ટ, ફેમીલી કોર્ટ, ફોજદારી કોર્ટમા  પ્રેક્‍ટીસ કરે છે. નાની મોટી વીવીધ સંસ્‍થાઓ સાથે જોડાયને પોતાનું ઉત્તર દાયિત્‍વ નિભાવી રહ્યા છે. મળતાવળા સ્‍વભાવના કારણે કોર્ટ વર્તુળોમાં સારી એવી નામના ધરાવે છે. હાર્દિક શેઠના જન્‍મ દિવસે સિનિયર જુનિયર વકીલો સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળો દ્વારા  ચોમેરથી તેમના મોબાઇલ  ઉપર શુભકામનાઓ પાઠવી રહેલા છે. 

(4:21 PM IST)