તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
હરિન પાઠકની આંખમાં અમી, દુનિયા ગમીઃ કાલે જન્મદિન
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ૭૯માં વર્ષના દ્વારે

રાજકોટ : જાહેર જીવનમાં જનસંઘ વખતથી ચમકતા ભાજપના વરિષ્ઠ અગ્રણી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિન પાઠકનો જન્મ તા. ર૦ જૂલાઇ ૧૯૪૭ ના દિવસે થયેલ. આવતીકાલે ગૌરવવંતા જીવનના ૭૯ માં વર્ષમાં પ્રવેશ કરશે.
શ્રી હરિન પાઠક સતત ૭ વખત અમદાવાદમાંથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાયા હતા, અટલજીની સરકારમાં રાજય કક્ષાના પર્સોનલ, હોમ અફેર્સ, સંરક્ષણ વગેરે વિભાગોના મંત્રી તરીકે યશસ્વી કામગીરી કરેલ. સમગ્ર કારદિર્કી દરમિયાન અંગ્રેજીના શિક્ષક, અમદાવાદમાં કોર્પોરેટર, ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. પ્રભાવશાળી વકતા છે. સૌ સાથે સ્નેહસભર વ્યવહાર તેમની આગવી ઓળખ છે. આવતીકાલના જન્મદિન નિમિતે આજથી જ તેમના પર જન્મદિનની શુભેચ્છા વર્ષા શરૂ થઇ ચૂકી છે. મો. ૯૮૭૯૭ ૭૧ર૯૯ અમદાવાદ.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
