<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

ગુજરાત પ્રદેશ કોંગી અગ્રણી કમરૂભાઇ ભાયાણીનો આવતીકાલે જન્‍મદિવસ

રાજકોટ તા. ૧૯: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી કમરૂભાઇ ભાયાણીનો આવતીકાલ તા. ર૦નાં રોજ જન્‍મ દિવસ છે. તેઓ જીવનકાળના પપ વર્ષ પુરા કરીને પ૬માં વર્ષમાં પ્રવેશ કરશે.

મુળ બોટાદ જીલ્લાના તુરખા ગામના વતની એવા કમરૂભાઇ છેલ્લા ઘણાં વર્ષોથી રાજકોટમાં સ્‍થાયી થયાં છે. મુળ કોંગ્રેસી વિચાર ધારા સાથે સંકળાયેલ હોય છેલ્લા રપ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. અને સંગઠનને મજબુત બનાવવા કાર્ય કરી રહ્યા છે.

આ ઉપરાંત તેઓ મીર સમાજ ગુજરાતના ઉપાધ્‍યક્ષ તરીકે ફરજ બજાવે છે. બ્‍લડ ડોનેશન-ફુટ વિતરણ જેવી સામાજીક પ્રવૃતિઓ કરી રહ્યા છે. કોંગ્રેસ અગ્રણી જસવંતસિંહ ભટ્ટી સાથે જોડાઇને તેઓએ પોતાની કારકીર્દીની શરૂઆત કરી હતી. આવતીકાલ તા. ર૦નાં રોજ તેઓનો જન્‍મ દિવસ હોય સગા સ્‍નેહીઓ, મિત્રો વર્તુળો કોંગ્રેસ કાર્યકરો, અગ્રણીઓ દ્વારા તેઓને તેમના મો. નં. ૭પ૭૪૯ ૪૬૦૪૬ ઉપર જન્‍મ દિવસની શુભકામના પાઠવી રહ્યા છે.

(2:29 PM IST)