<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ગાંધીનગર માહિતી કમિશનર કચેરીના નિવૃત્ત સિનિયર ફોટોગ્રાફર પ્રવીણભાઇ સોરઠીયાનો આજે જન્‍મદિવસ

 

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૧: ગાંધીનગર સ્‍થિત માહિતી કમિશનર કચેરીના નિવળત સિનિયર ફોટોગ્રાફર-સૌનામિત્ર પ્રવીણભાઈ સોરઠીયાનો આજે જન્‍મ દિવસ છે ત્‍યારે સમગ્ર રાજ્‍યમાં પથરાયેલ વિશાળ ચાહકવર્ગ દ્વારા શુભકામનાઓ પાઠવાઈ રહી છે.

પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ વડાપ્રધાન સહિત ગુજરાતના મુખ્‍યપ્રધાનો-મંત્રીઓ-સચીવો સાથે રહી સરકારી કાર્યક્રમોનુ શ્રેષ્ઠ કવરેજ કર્યુ છે.ગુજરાતભરના પ્રિન્‍ટ મીડીયા-ઈલેક્‍ટ્રોનિક મીડીયા-શોસિઅલ મીડીયાના તંત્રીઓ-પત્રકારોનો આત્‍મિય નાતો ધરાવતા પી.પી.સોરઠીયા સરળ-નિખાલસ અને સૌને ઉપયોગી થવાના આદર્શ ગુણો ધરાવે છે. ૧૯૯૫માં વિસાવદરના ધારાસભ્‍ય કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા ત્‍યારે રાજ્‍ય સરકારે વિસાવદર ખાતે માહિતી પ્રચાર એકમની કચેરી શરૂ કરેલી, જેમાં સીનિયર સબ એડિટર તરીકે શ્રી વી.બી.જાડેજા તથા ફોટોગ્રાફર તરીકે પ્રવીણભાઈ સોરઠીયાની નિયુકિત થયેલી ત્‍યારબાદ સમયાંતરે સોરઠીયાભાઈની ગાંધીનગર સ્‍થિત બદલી થઈ ગયેલ..જેને આજે  ૩૦ વર્ષ જેવો લાંબો ગાળો વીતી ગયો છે પરંતુ સોરઠીયાભાઈનો વિસાવદર સાથેનો નાતો અતુટ છે. આવા સબંધોના માણસને આજે સૌ જન્‍મદિનની શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(1:38 PM IST)