<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

‘‘છોટે સરદાર'' ધીરજભાઇ તરાવીયાનો આજે જન્‍મદિન

રાજકોટ : ‘‘છોટે સરદાર'' ધીરજભાઇ તરાવીયાનો આજે જન્‍મદિન છે. ધીરજભાઇ તરાવીયાનો તા. ર૧-૭-૧૯૭પના રોજ જન્‍મ થયો હતો. તેઓનો આજે પ૧ માં વર્ષમાં પ્રવેશ થયો છે. તેઓ વોર્ડ નં. ૧૩માં ભાજપના વોર્ડના ઉપપ્રમુખ બે ટર્મ, વોર્ડ મંત્રી બે ટર્મ, વોર્ડ મહામંત્રી એક ટર્મ રહી ચુક્‍યા છે. ર૦૧પ-૧૬માં ધીરજભાઇના પત્‍નિ ભાનુબેન તરાવીયા કોર્પોરેટર તરીકે સેવા આપી ચુક્‍યા છે.

ધીરજભાઇ તરાવીયા ખોડિયાર ગરબી મંડળીનું ર૦ વર્ષથી આયોજન કરે છે. વોર્ડ નં. ૧૩માં ખોડલધામમાં સક્રિય રીતે સંકળાયેલા છે. પદ્યમાવતી શરાફી સહકારી મંડળીના મેનેજીંગ ડીરેકટર છે. તેમજ પંચનાથ મહાદેવ મંદિર સાથે સંકળાયેલા છે.

ધીરજભાઇ તરાવીયાના જન્‍મદિન નિમિત્તે મો. ૯૮ર૪૯ ૦૬૯૯૪ ઉપર જન્‍મદિવનની શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે. (૯.૧૮)

 

(4:08 PM IST)