<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

ગૌરક્ષક દળ રાજકોટ જિલ્લા પ્રમુખ અભિષેક આશરાનો જન્‍મદિવસ

રાજકોટઃ ગૌરક્ષક અને ગૌસેવા કરતા અને રાજકોટમાં સૌપ્રથમ ગૌ માતાને સમાધિ આપવાની શરૂઆત કરનાર અભિષેક આશરાનો આજે ૨૬મો જન્‍મદિન છે. ગૌવંશના અકસ્‍માત ન થાય તે માટે ૭ હજાર થી પણ વધારે રેડિયમ બેલ્‍ટ પહેરાવીને અભિષેકભાઇએ રાજકોટ જિલ્લામાં મુહીમ ચલાવી હતી. ગૌ વંશમાં લંપી વાયરસ સમયે પણ સેવા આપી હતી. તેઓ રોડ ઉપર રખડતા ભટકતા ગૌવંશને ઘાસ અને ગોળ ખવડાવીને પોતાનો જન્‍મદિવસ મનાવે છે. રાજકોટ બજરંગદળ, વિશ્વ હિન્‍દુ પરિષદ અને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના કાર્યકર્તા છે

(3:24 PM IST)