News of Wednesday, 23rd July 2025
ખાસ-ખબરના મેનેજીંગ ડિરેક્ટર પરેશ ડોડીયાનો આજે જન્મદિવસઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ આજરોજ ગુજરાતી ભાષાના પ્રખ્યાત સાંધ્ય દૈનિક ખાસ-ખબરના મેનેજિંગ ડિરેક્ટર પરેશભાઈ ડોડીયાનો જન્મદિવસ છે. પરેશભાઈ ડોડીયા યુવા વયથી વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ પરિવાર સાથે જોડાયેલા છે. તેમના પિતા સ્વ.નાથાભાઈ ડોડીયા, કાકા સ્વ. હરિભાઈ ડોડીયા અને માવજીભાઈ ડોડીયાએ પ્રજાની સેવામાં પોતાનું જીવન ખર્ચી નાખ્યું, તેમના પદચિホ પર આગળ વધીને પરેશભાઈ ડોડીયા પણ સેવાકીય પ્રવળત્તિઓ અગ્રેસર રહ્યા છે.
પરેશભાઈ ડોડીયાએ કારકિર્દીની શરૂઆત મમતા ટ્રાન્સપોર્ટ અને મમતા ગ્રુપ દ્વારા કરી હતી. વર્ષોથી તેઓ બાંધકામ તેમજ જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આજથી પાંચ વર્ષ પૂર્વે તેઓએ રાજકોટથી ખાસ-ખબર નામનું પ્રસિદ્ધ અખબાર શરૂ કર્યું અને પત્રકારત્વના માધ્યમથી જનતાનો અવાજ ઉઠાવી કેટલીયે સ્થાનિક સમસ્યાનું નિરાકરણ લાવ્યું છે. નાડોદા રાજપૂત સમાજ સહિત અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં પરેશભાઈ ડોડીયા માનદ સેવા આપી રહ્યા છે. આજે પરેશભાઈ ડોડીયાનો જન્મદિવસ હોય વિશાળ મિત્રવર્તુળ સહિત વિવિધ સમાજના આગેવાનો અને સગાતોહીઓ તેમને તેમનાં મોબાઈલ નંબર ૯૮૨૪૨૨૦૧૦૨ પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
