તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
ગાંધીનગર સચિવાલયના સેકશન અધિકારી અશ્વિન જાટીયાનો કાલે જન્મદિન

રાજકોટઃ ગાંધીનગર સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગમાં સેકશન અધિકારી તરીકે ફરજ બજાવતાં રાજકોટના વતની શ્રી અશ્વિન જયહિન્દભાઇ જાટીયાનો જન્મ રપ મી જુલાઇ ૧૯૭૦ના રોજ થયેલ. તેઓ ૧૯૯૦ થી સચિવાલયના વિવિધ વિભાગો તથા મંત્રી મંડળમાં ફરજ બજાવે છે. ૫૬મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ આહીર સમાજના શૈક્ષણિક અને સામાજીક વિકાસ, કુરીવાજોની નાબૂદી તથા સંગઠન માટે વિદ્યાર્થીકાળથી જ સતત પ્રયત્નશીલ છે. પાટનગરમાં પણ ૧૯૯૯માં આહીર યુવા ફોરમ, ગાંધીનગરની સ્થાપના કરીને સતત ૨૭ વર્ષથી સમાજના તારલાઓને પ્રોત્સાહન આપતાં આવ્યા છે. વૃક્ષારોપણ, સામાજીક પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
