<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

ગોંડલ રઘુવંશી સેવા મંડળના પ્રમુખ વૈભવભાઈ ગણાત્રાનો જન્‍મદિવસ

ગોંડલ, તા.૨૫: લોહાણા મહાજનના પ્રમુખ અને જગદીશ મંડપ ડેકોરેશનના પાયોનિયર  જગદીશભાઈ ગણાત્રાના પુત્ર વૈભવભાઈ ગણાત્રાનો આજે જન્‍મદિવસ છે. તા.૨૫/૦૭/૧૯૯૨ના રોજ જન્‍મેલ વૈભવભાઈ આજે તેમની જીવનયાત્રા ના સફળતમ ૩૩ વર્ષ પુરા કરી ૩૪માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે સદા મુખપર હાસ્‍ય રાખનાર અને અનેક વિધ સેવાકીય પ્રવળત્તિમાં અગ્રેસર વૈભવભાઈ હાલમાં જ ગોંડલ લોહાણા રઘુવંશી સેવા મંડળમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે પૂજ્‍ય જલારામબાપામાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી ગુરૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજના આશીર્વાદથી આજે તેઓ દરેક ક્ષેત્રે અગ્રેસર રહે છે બહોળો મિત્ર વર્તુળ ધરાવતા વૈભવભાઈ મંડપ ડેકોરેશન ઉપરાંત અગ્રણી બિલ્‍ડર તરીકે પણ સારી નામના ધરાવે છે. ગોંડલ નગરપાલિકા માં પણ તેમના ધર્મપત્‍ની પરિતાબેન ગણાત્રા બિન હરીફ ચૂંટાતા હાલ ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. દરેકને સાથે રાખી લોકોના દુઃખે દુઃખી અને લોકોના સુખે સુખી વ્‍યક્‍તિત્‍વ ધરાવતા વૈભવભાઈના મો.૮૫૧૧૯ ૦૦૦૦૭ પર શુભેચ્‍છા મળી રહી છે.

(10:48 AM IST)