News of Friday, 25th July 2025
કેતનભાઇ સંઘવીનો આજે જન્મદિવસ
જીવદયા પ્રેમી જૈન અગ્રણી

રાજકોટ, મૂળ જસદણના વતની અને હાલમાં રાજકોટમાં, જીવદયા અને ગૌસેવાને જીવનધર્મ બનાવી લીધેલા જૈન અગ્રણી અને સમાજસેવક શ્રી કેતનભાઈ સંઘવી આજ રોજ જીવનના ૩૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ હિન્દ રક્ષક સંઘના રાષ્ટ્રીય સચિવ, રાજકોટ જિલ્લા ભાજપના આઈ.ટી. સેલના પ્રચાર-પ્રસાર ઇન્ચાર્જ, ભાજપ સહયોગી સંગઠનના ઉપાધ્યક્ષ, શાસન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, અહિંસા ક્રાંતિ દૈનિક ન્યૂઝના ઓલ ઇન્ડિયા બ્યુરો ચીફ, તેમજ જૈન સોશિયલ એક્ટિવિટી ક્લબના ઉપપ્રમુખ તથા ‘અખિલ ભારતીય ગૌરક્ષા મહા અભિયાન સમિતિ (દિલ્હી)' તરફથી સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે કાર્યરત છે.
તેમના જન્મદિને હિન્દ રક્ષક સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષા સીમાબેન પટેલ જૈન વિઝન પરિવારના મિલનભાઈ કોઠારી મહાજન ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ, પારેશભાઈ શાહ, મિતલભાઈ ખેતાણી (કરુણા ફાઉન્ડેશન), પ્રતીકભાઈ સંઘાણી, ધીરેનભાઈ કાનાબાર, જૈન ALERT ગ્રુપ, વિહાર સેવા ગ્રુપ, જૈન સંકલ્પ ભોજનાલય, રાજકોટ જિલ્લા ભાજપ, તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ તથા મીત્રવર્તુળ દ્વારા શુભેચ્છા મળી રહી છે. (રર.૧૭)
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
