News of Friday, 25th July 2025
જામનગર જિલ્લા યુવા ભાજપ પ્રભારી અમીત બોરીચાનો જન્મદિવસ

રાજકોટઃ શહરે યુવા ભાજપના અને જામનગર જીલ્લા યુવા ભાજપના પ્રભારી અમીતભાઈ બોરીચાનો આજે જન્મદિવસ છે. ૨૦૦૫માં નાની વયે ભાજપમાં નોડાઈ ૨૦૦૮ થી ૨૦૧૦ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ૨૦૧૦ થી ૨૦૧૨ સુધી શહેર યુવા મોરચાના મંત્રી તરીકે, અને ૨૦૧૨થી ૨૦૨૨ સુધી યુવા મોરચાના રાજકોટ શહેરનાં ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે. તેમની પ્રદેશ યુવા ભાજપ દ્વારા નોંધ લઈને ૨૦૨૨માં તેઓની જામનગર જીલ્લા યુવા ભાજપનાં પ્રભારી તરીકે નિમણુંક કરી છે. શ્રી યદુનંદન યુવા ગ્રુપ, ડી.જી.ગ્રુપ, એકતા ક્લબ ઓફ રાજકોટ જેવી સંસ્થાઓમાં સેવા કરી રહ્યા છે. તેઓના જન્મદિન નિમિત્તે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, ઘનશ્યામાઈ હેરભા, મયુરસિંહ જાડેજા, સંજય બોરીચાએ શુભેચ્છા પાઠવી છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
