News of Monday, 28th July 2025
મયુર શાહને અતરની ઇચ્છા નહિ ખુદનું જીવન ખુશબુભર્યુઃ હેપ્પી બર્થ ડે
ઘડીયાલના કાંટા કે કેલેન્ડરના પાના જોયા વિના અવિરત સેવાકાર્ય

રાજકોટઃ તા.૨૮: જાણીતા જૈન શ્રેષ્ઠી સુપ્રસિધ્ધ સમાજ સેવક શ્રી મયુર શાહ આજે જન્મદિનની(૨૮ જુલાઇ) શુભેચ્છા થી ભીંજાઇ રહ્યા છે. તેઓ પંચનાથ હોસ્પિટલ પંચનાથ હસ્પિટલ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન,ફિલ્ડ માર્શલ બ્લડબેંક દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ, સ્થાનકવાસી જૈન શેઠ ઉપાશ્રય વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમને અતરની ઇચ્છા નથી પણ ખુદનું જીવન સેવાની ખુશ્બુથી મધમધતુ છે.
રાજકોટમાં ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાતા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિના સદસ્ય, શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટ હોસ્પિટલ તેમજ શ્રી પંચનાથ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના માનદમંત્રી અને જાણીતા જૈન શ્રેષ્ઠી અને જીવદયા પ્રેમી શ્રી મયુરભાઈ શાહનો આજે જન્મદિવસ છે. જીવનમાં હંમેશા પરગજુ પ્રવળતિ અને સાધુ-સંતોની વૈયાવય્યમાં અગ્રેસર અને મિલનસાર સ્વભાવનાં મયુરભાઈનાં જન્મદિવસે રાષ્ટ્ર સંત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂ. શ્રી નયનપથ્યસાગર સુરીશ્વરજી મ.સા. તેમજ સદગુરુદેવ પૂ. પારસમુનિ મહારાજ સાહેબ અને પરમ શ્રદેવ ૫.પૂ. ધીરજમુની મહારાજ સાહેબ, ગુજરાત રત્ન પ.પૂ.સુશાંતમુનિ મહારાજ સાહેબએ આશિર્વાદ પાઠવ્યા છે. આ ઉપરાંત મયુરભાઈનાં જમાઈ અનિક શેઠ લાડકી દિકરીઓ કિંજલ અને રાજવીએ શુભેચ્છા પાઠવી છે.
મયુરભાઈ શાહ રાજકોટમાં કાર્યરત બનેલ શ્રી પંચનાથ હોસ્પિટલમાં ટ્રસ્ટી તરીકે બેનમુન સેવા આપી ચુકેલ છે, શરૂઆતથી જ હોસ્પિટલ માટે કરોડો રૂપિયાનું દાન એકત્ર કરી સેવાનું ઉત્કળષ્ઠ ઉદાહરણ પુરુ પાડેલ છે, હાલમાં તેઓ પંચનાથ હોસ્પિટલમાં માનદમંત્રીની જવાબદારી વહન કરી રહેલ છે, કોરોના મહામારી દરમ્યાન મયુરભાઈ શાહ હોસ્પિટલનાં ઓકસીઝનનાં પ્લાન્ટ માટે ૧ કરોડથી પણ વધુ રકમ એકત્ર કરવામાં નિમિત બનેલ. જૈન સંકલ્પ ટ્રસ્ટ સંચાલીત જૈન ભોજનાલય કે જયાં દરરોજના ૫૦૦ થી પણ વઘુ સાધર્મિક બન્ને ટાઈમ ભોજનનો લાભ ફકત રૂા.૧૦ નાં ટોકન દરથી મેળવી રહયા છે, આ સંસ્થામાં પણ મયુરભાઈ શાહ દ્વારા માતબર રકમનું અનુદાન એકત્રીત કરવામાં પણ નિમિત બની એક ઉતમ ઉદાહરણ પુરુ પાડેલ છે. પ્રતિષ્ઠીત ગારડી એવોર્ડ, પ્રાઇઝ ઓફ રાજકોટ, સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર મનોરત્ન જેવા અનેક એવોર્ડથી મયુરભાઈ શાહને સન્માનીત કરવામાં આવેલ છે.
ભારતીય જનતા પક્ષમાં સતત બે ટર્મમાં કોષાધ્યક્ષની જવાબદારી વહન કર્યા બાદ ફરી એક વખત તેઓ કોષાધ્યક્ષની જવાબદારી સંભાળી રહયા છે તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાનાં એડવાઇઝરી બોર્ડનાં સદસ્ય તથા જૈન ઈન્ટરનેશનલ વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન(JIWO)ના પ્રમુખ તરીકે બેનમુન સેવા આપી રહયા છે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં પૂર્વ સદસ્ય, લોકસભાના ઉમેદવારનાં ત્રણ વાર અંગત મદદનીશ તરીકેની જવાબદારી સક્રિયતાથી સંભાળેલ હતી. ઉપરાંત રાજકોટ ડીસ્ટ્રીકટ ટેલીકોમ એડવાઈઝરી બોર્ડના સદસ્ય તરીકે સતત બે ટર્મમાં સેવા આપી ચુકેલ છે, તેમજ ગુજરાત રાજયના ચાઈલ્ડ રાઈટસ કમીશનનાં ડીરેકટર તરીકે ઉત્કળષ્ટ સેવા આપી ચુકેલ છે, શ્રી મયુરભાઈ શાહને મોબાઈલ : ૯૩૭૪૧ ૦૦૦૭૫, ૯૪૨૮૨ ૦૦૦૭૫ ઉપર અનરાધાર વર્ષા થઈ રહી છે. (૩.૫)
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
