તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
યુવા એડવોકેટ અશોકસિંહ જે. જાડેજાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૩૦ : સરળ સ્વભાવના અને બહોળુ મિત્રવર્તુળ ધરાવતા યુવા એડવોકેટ અશોકસિંહ જે. જાડેજાનો આજે જન્મ દિવસ છે. મુળ આણંદપર ગામના વતની અને રાજકોટમાં રેવન્યુ ક્ષેત્રે વકિલાત શરૂ કરી સારી શાખ જમાવનાર અશોકસિંહ જે. જાડેજા રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પેનલ એડવોકેટ છે. હરભમજીરાજ ગરાસિયા બોર્ડીંગ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળમાં સેવા આપી રહ્યા છે. તેમજ વિવિધ સામાજીક સેવાકીય સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. આજે તેમના જન્મ દિન નિમિતે તેમના મો.૮૮૬૬૬ ૬૭૦૦૦ ઉપર ચોમેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
