<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

વકીલાત ક્ષેત્રનું ગૌરવ શિખર હિમાંશુ પજવાણીઃ હેપ્‍પી બર્થ ડે

મેંદરડાથી રોપેલ પ્રગતિનું બીજ રાજકોટમાં વટવૃક્ષ

રાજકોટઃ શહેરમાં રેવન્‍યુ ક્ષેત્રે સિદ્ધિ થકી પ્રસિદ્ધિ મેળવનાર જાણીતા એડવોકેટ શ્રી હિમાંશુ રમણીકભાઈ પજવાણી માટે આજના સૂરજે વિશેષ યાદગીરી સાથે વધુ આશાભર્યો દિવસ ઉગાડ્‍યો છે.  તેમનો જન્‍મ ૩૧ જુલાઈ ૧૯૮૧ના દિવસે થયેલ. આજે ભાવ અને  પ્રભાવથી ભરપૂર જીવનના ૪૫મા વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે.

 મૂળ મેંદરડાના વતની એડવોકેટ શ્રી હિમાંશુ પજવાણી બહુમુખી પ્રતિભા છે .તેઓ રાજકોટ રેવન્‍યુ બાર એશોના સેક્રેટરી તેમજ આકાશવાણી સામેની જાણીતી તક્ષશિલા સોસાયટીના પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્ટમીનો  મહોત્‍સવ સમિતિમાં ઉપાધ્‍યક્ષ તરીકે સેવા આપેલ. તેમના સંબંધોનું વર્તુળ વ્‍યાપક છે. પરિશ્રમને પારસમણી માને છે. જન્‍મભૂમિમાં રોપેલ પ્રગતિનું બીજ કર્મભૂમિમાં વટવળક્ષ થઈ ગયું છે. વ્‍યવસાયિક કુશળતા સાથે માનવતા મહેકાવતા રહે છે. રોટલો રળવાની સાથે પ્રત્‍યેક કોળીયો  મીઠો બનાવવાનું જાણે છે. કોઈના આંસુ લૂછવાની સાથે આસુંનું કારણ ભૂસવા પ્રયત્‍નશીલ રહે છે. આજે તેમને  ચારે તરફથી શુભકામના મળી રહી છે. જીવનનું વધુ એક નૂતન વરસ  વીતે સરસ....

મો નંબર ૯૮૨૪૨ ૦૦૯૨૫ રાજકોટ

(11:46 AM IST)