તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
નિવૃત પ્રિન્સીપાલ લીલાબેન ઉપાધ્યાય પાણેરીનો આજે ૯૦મો જન્મદિવસ
મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ ગોંડલના

રાજકોટઃ મોંઘીબા ગર્લ્સ હાઇસ્કુલ - ગોંડલ ના નિવૃત્ત પ્રિન્સિપાલ લીલાબેન ઉપાધ્યાય પાણેરીનો આજે ૯૦મો જન્મદિવસ છે. તેઓએ બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે . ગોંડલ ના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિહજી એ પોતાના માતાના નામે ૧૪/૦૯/૧૮૫૭ મા મોંઘીબા ગર્લ્સ હાઇસ્કુલ ની સ્થાપના કરી કન્યા કેળવણી પર સવિશેષ ધ્યાન આપ્યું તેમજ દીકરીઓ માટે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવા વાળું ગુજરાતનું સૌપ્રથમ રજવાડું ગોંડલ સ્ટેટ હતું .
સર ભગવતસિહજીના આ ઉત્તમ વિચારને અનુસરીને લીલાબેન ઉપાધ્યાય પાણેરી એ શિક્ષણ ક્ષેત્રે મોંઘીબા ગર્લ્સ હાઇસ્કુલમા પહેલા શિક્ષક અને ત્યારબાદ પ્રિન્સિપાલ તરીકે ચાલીસ વર્ષ પોતાનું યોગદાન આપ્યું. તેમના પૌત્ર તુષિત પાણેરી દ્વારા મહાદેવ મંદિરે સંધ્યા આરતી મા મહાપ્રસાદ વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરશે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
