<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

રાજકોટ બાર એસોસીએશનના યુવા સેક્રેટરી સંદિપ એમ. વેકરીયાનો જન્‍મદિવસ

રાજકોટઃ સંદિપ એમ. વેકરીયાનો આજે જન્‍મ દિવસ છે. તેઓએ બી.કોમ., એલએલ.બી., પી.જી.ડી.બી.એલ. નો અભ્‍યાસ કરેલ છે. તેઓ રેવન્‍યુ તથા સીવીલ ક્ષેત્રેની પ્રેકટીક્ષમાં દીર્ઘ અનુભવી અને કુશળ એડવોકેટ તરીકે જાણીતા છે. તેઓ હાલ રાજકોટ બાર એસોસીએશનમાં સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ તેઓ રાજકોટ બાર એસોસીએશનમાં સને-૨૦૧૪- તથા ૨૦૧૫ તથા ૨૦૧૮ માં કારોબારી તરીકે અને સને-૨૦૨૦ માં લાયબ્રેરી સેક્રેટરી તરીકે સેવા આપી સીનીયર અને જુનીયર એડવોકેટસનો સાથ-સહકાર મેળવી વકીલો માટે જુની કોર્ટમાં દરેક બારરૂમ, લોબી, કોર્ટ કેમ્‍પસની સાફ સફાઇ, રકતદાન કેમ્‍પ, લગતી કામગીરીઓ તથા નવા કોર્ટ બીલ્‍ડીંગમાં સ્‍થાંતરની વ્‍યવસ્‍થા અને લાયબ્રેરી અને બારની ગોઠવણ બાબતે અને જુની અને નવી કોર્ટની લાયબ્રેરીને રીનોવેશન કરી વધુને વધુ સગવડતા માટેની કામગીરીમાં ચુંટાયેલ સભ્‍ય અને બારના સભ્‍ય તરીકે ની જવાબદારી નિભાવી રાજકોટ બારને એક પરીવાર સમજી દરેક કામગીરીમાં સિંહ ફાળો આપેલ છે. આમ તેઓ રાજકોટ બાર એસોસીએશનમાં હોદા સાથે અને હોદા વગર વકીલો માટે નિઃસ્‍વાર્થ સેવા આપેલ છે.

તેઓ રાજકોટ ડીસ્‍ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા રાજકોટ જેલ સેલમાં બે વખત સભ્‍ય રહી ચુકેલ છે. તેમજ તેઓ શ્રી ખોડલધામ લીગલ સમીતીમાં લીગલ સેમીનાર, નોલેજ શેરીંગ સેન્‍ટર, વળક્ષા રોપણ, પ્રવાસ, પારીવારીક કાર્યક્રમો તથા તેને લગતી અલગ અલગ પ્રવળતીમાં પણ પોતાની સેવા આપે છે. તેમજ યુવા લોયર્સ, લોયર્સ સ્‍પોર્ટસ ફાઉન્‍ડેશન, વોઇસ ઓફ લોયર્સ, રેવન્‍યુ -ેકટીશનર એસોસીએશન, અધિવકતા પરીષદ, એડવોકટ વેલ્‍ફેર ફંડ, વેકરીયા પરીવાર વેલ્‍ફેર ટ્રસ્‍ટ, રાજકોટ  સાથે જોડાયેલા છે.  મો. નં. ૯૯૨૫૧ ૮૮૬૮૩ છે

(2:27 PM IST)