News of Monday, 4th August 2025
આર.એસ.એસ.નાં સનિષ્ઠ સ્વયંસેવક જયેશભાઈ સંઘાણીનો કાલે જન્મદિવસ
સેવા પરમો ધર્મ ખરા અર્થમાં સાર્થક કરી રહેલા

રાજકોટઃ નાનપણથી જ દેશભકિતનાં રંગે રંગાયેલા અતિ શાંત ,સરળ, નિરાભિમાની નમ્ર સૌ કોઈને પોતિકા લાગે તેવા કુશળ સંગઠક ,સંપર્ક અને સંબંધ રાખવામાં માહિર,સૌને સાથે રાખી ચાલનારા પીઢ ધીર ગંભીર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં દક્ષિણનગર અને રણુજાનગર,વળંદાવન નગરનાં નગર કાર્યવાહ અને રાજકોટ મહાનગરના પ્રચાર પ્રમુખ તરીકે રહી ચૂકેલા, સંઘનાં તળતિય વર્ષ શિક્ષિત, અજાત શત્રુ જીવદયાપ્રેમી શ્રી જયેશભાઈ રસિકલાલ સંઘાણીનો આવતી કાલે તા.૫ મંગળવારનાં રોજ જન્મદિવસ છે.
તેઓ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ નોલેજ સેન્ટર ગ્રંથાલયમાં કોલેજ સ્થાપનાકાળથી પોતાની સેવાઓ આપેલ, અને લાઇબ્રેરીમાં પ્રોફેસનલ આસીટન્ટ તરીકે તથા પ્રચાર પ્રસારની જવાબદારી પણ વહન કરેલ હતી. હાલ તેઓની આઈ ટી કંપની હાઇપર ફેશ ટેકનોલોજી પુષ્કરધામ મેઇન રોડ ખાતે કાર્યરત છે.
સહકાર ભારતીનાં રાજકોટ શહેરનાં મહામંત્રી રાજકોટ નાગરીક સહકારી બેંક, કાલાવડ રોડ, બ્રાંચમાં છેલ્લા બાર વર્ષથી વિકાસ સમિતિનાં સહકન્વીનર, ગ્રંથાલય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યાલય મંત્રી, રાજકોટ બાર એસોસિએશનની સેવામાં અને વકીલોમાં પણ લોકપ્રિય રાષ્ટ્રભકિતને લગતા તેમજ પત્ર લેખનમાં સદા જાગળત, ક્રાંતિકારીઓની પુણ્યતિથિ યાદ રાખીને તેનાં જીવનચરિત્ર ઉપર જીવનઝરમર દૈનિક વર્તમાનપત્રોમાં આપી વાંચકો સાથે જોડાયેલા રહે છે.
જૈન ધર્મનાં સિધ્ધાંતો રોમેરોમમાં દોડતા હોઈ તેમનાં ધર્મપત્ની તળપ્તીબેન તથા બન્ને પુત્રો જૈમીન પુત્રવધુ સપના,તથા અપૂર્વ એ આ અગાઉ ઉપવાસ અઠ્ઠમ અને નવાઈ કરીસાર્થક રીતે પૂર્ણ કરેલા છે. જયેશભાઇના જન્મદિવસની પૂર્વ સંધ્યાથી જ તેમનાં મો.૯૪ર૮ર૦૦પર૦ પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
