<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

વાંકાનેર યુવા કોંગ્રેસના પ્રમુખ આબીદભાઇ શેરસીયાનો જન્મદિન

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. પ :.. તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠનનાં પાયાનાં પથ્થર સનિષ્ટ કાર્યકર અને પીરઝાદા પરિવારનાં વફદાર યુવા નેતા વાંકાનેર યુવા કોંગ્રેસનાં પ્રમુખ તેમજ વાંકાનેર વિસ્તારનાં ખેડૂતો બેરોજગાર યુવાનો, વિદ્યાર્થીઓ અને પ્રજાનાં પ્રશ્નો માટે લડતાં તેમજ શૈક્ષણીક સંસ્થાઓ તથા આરોગ્ય સંસ્થા સાથે જોડાયેલ. આબીદભાઇ શેરસીયા (ગઢવાળા)નો આજે જન્મદિન છે. પ્રદેશ કોંગ્રેસનાં નેતાઓ સાથે સંકલન કરી લડત કરતા ગ્રેજયુએટ અને ખેતી - જમીન લે-વેચનાં વ્યવસાય સાથે સંકળાયેલ ખેડૂત પુત્ર આબીદભાઇ શેરસીયા (ગઢવાળા)ના (મો. ૯૭૧૪૮ ૯૯૩પ૭) ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે. 

(10:32 AM IST)