તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th August 2025
જાહેર જીવનમાં ઝળહળતા જાણીતા જનસેવક તેજસ ભટ્ટીનો જન્મદિન

રાજકોટ : સમગ્ર જીવન સંઘના સંસ્કારોથી રંગાઇને શૈક્ષણિક-સામાજીક-ધાર્મિક -રાજકીય દરેક ક્ષેત્રમાં બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા શ્રી તેજસ ભટ્ટીએ પોતાના માટે નહી સામાજીક કે જાહેર જીવનમાં મિત્રોને જસ મળે તે રીતે આગળ વધારવા સતત કાર્યરત રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે અવિરત કાર્ય કરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર તરીકે મળેલ સંસ્કારોને ઇજાગર કરી સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં સદાયે અગ્રેસર ભૂમિકામાં લોકોને ઉપયોગી કાર્યો કરી સૌને મદદરૃપ બનવવાનો સતત પ્રયાસ કર્યો છે. તેમનો જન્મ પ ઓગષ્ટ ૧૯૭૩ ના દિવસે થયેલ. આજે પ૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
જેમાં આર. એસ. એસ., વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, સરગમ કલબ, થનગનાટ ગ્રુપ-રાજકોટ, સ્વામી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ, ગણેશ ઉત્સવ-રજપૂત યુવક મંડળ અને હાલમાં સમસ્ત રાજપૂત સમાજ દ્વારા નવનિર્માણ પામી રહેલ 'ભવાની ધામ' ના કો-ઓડીનેટર અને કન્વીનર તરીકે સૌનો સાથ લઇ દરેકને એકતા અને અખંડિતતાથી સંસ્કારો દ્વારા હું નહી તું ના ભાવથી જોડતા રહ્યા છે. નાગરીક સહકારી બેંકના કમીટી મેમ્બર તરીકે હાલ કાર્યરત છે.
સમાજ જીવનના દરેક ક્ષેત્રો પછી તે ગુજરાત સરકારમાં હોય કે સંસ્થાકીય કાર્ય હોય હંમેશા નિષ્ઠાપૂર્વક કાર્યરત રહી સૌના સાથી બનીને રહ્યા છે. રાજકીય અગ્રણીઓ અને સામાજીક કાર્યકરો સૌના માનીતા અને જાણીતા છે. તેજસ ભટ્ટી મો. ૯૮ર૪૧ ૧૬૪૧૪ રાજકોટ
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
