તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
સુપ્રસિધ્ધ સાહિત્યકાર પદ્મશ્રી ચંદ્રકાન્ત મહેતાનો જન્મદિન

રાજકોટ :.. સુપ્રસિધ્ધ લેખક અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો. ચંદ્રકાન્ત મહેતાનો જન્મ તા. ૬ ઓગષ્ટ ૧૯૩૯ ના દિવસે થયેલ. આજે ૮૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે અમદાવાદની જાણીતી શિક્ષણ સંસ્થા હીરામણી શૈક્ષણીક સંકુલમાં વર્ષો સુધી સેવા આપી હતી.
ગુજરાતી-હિન્દીના સુપ્રસિધ્ધ સાહિત્યકાર, પત્રકાર, સમાજસેવી અને હિન્દી સાહિત્ય પરિષદના અધ્યક્ષ ડો. ચંદ્રકાન્ત મહેતાને ભારતના રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે ૯ નવેમ્બર, ર૦ર૧ ના રોજ ‘પદ્મશ્રી' એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિશ્રીએ તેમને ‘પદ્મશ્રી' પ્રશસ્તિપત્ર અને મેડલ દ્વારા સન્માનિત કર્યા હતાં.
ઉચ્ચ શિક્ષણ, પત્રકારત્વ શિક્ષણ તથા સમાજ શિક્ષણમાં ઉત્તમ સેવાઓ બદલ બિરદાવ્યા હતાં. ડો. મહેતાએ ગુજરાત-હિન્દી તથા અંગ્રેજીમાં ૧૮૦ જેટલા પુસ્તકો પ્રકાશિત કર્યા છે. મો. ૯૮ર૪૦ ૧પ૩૮૬ અમદાવાદ
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
