News of Thursday, 7th August 2025
રાજકોટ શહેર પીઍસઆઇ ચેતનસિંહ વી. ચુડાસમાનો જન્મદિવસ

રાજકોટ તા. ૭: મુળ ધંધુકાના ભડીયાદના વતની અને રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં ચેતનસિંહ વી. ચુડાસમા (મો.૯૮૨૫૨ ૭૧૦૭૧)નો આજે જન્મદિવસ છે. રાજકોટ શહેરમાં વર્ષ ૧૯૯માં કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં ભરતી થયા બાદ તેમણે પ્ર.નગર, એ-ડિવીઝન, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, ડીસીબી, કુવાડવા પોલીસ સ્ટેશનોમાં ડી. સ્ટાફમાં સતત નોંધપાત્ર ફરજ બજાવી અનેક ગુનાઓ ઉકેલવાની કામગીરી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરી છે. પોતાના મળતાવડા સરળ સ્વભાવને કારણે બહોળુ મિત્રવર્તુળ અને સાથી કર્મચારીઓમાં પણ સારી ચાહના ધરાવતાં ચેતનસિંહ ચુડાસમાને ૨૦૨૨માં પીએસઆઇનું પ્રમોશન મળ્યા બાદ હાલ થોરાળામાં ફરજ બજાવી રહ્યા છે
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
