News of Friday, 8th August 2025
સાવરકુંડલા પાલિકાના પુર્વ પ્રમુખ રાજુભાઈ દોશીનો જન્મ દિવસ

(દિપક પાંધી દ્વારા) સાવકુંડલા,તા.૮: સાવરકુંડલા નગરપાલિકાના બે ર્ટમ પ્રમુખ રહેલ. સતત ૧૦ વર્ષ સાવરકુંડલા નાગરિક બેંક ના એમ.ડી. પ્રમુખ રહેલ રાજુભાઈ દોશીનો આજે તા.૮ના રોજ જન્મ દિવસ છે.
હાલ સાવરકુંડલા વેપારી મહામંડળના પ્રમુખ તથા નવનાત વણીક સમાજના પ્રમુખ તરીકે જવાબદારી નીભાવી રહ્યા છે. નગરપાલીકા, નાગરીક બેંક, વેપારીમંડળ, પત્રકાર સંઘ વગેરે સંસ્થામાં સફળ સેવા બજાવી શહેરમાં જાહેર જીવનના સફળ સુકાની તરીકેની છાપ ધરાવે છે. માત્ર જાહેર જીવન જ નહિ. પરંતુ શહેરનાં સૌથી સફળ બીજનેસ મેન તરીકે ઉપસી આવ્યા છે. જૈન સમાજ જેવી નાની જ્ઞાતિ માં જન્મેલ એકલવીર એકયુરેટ ઓટો એજન્સી (હિરો ટુ વ્હીલર), એકયુરેટ ઇલેક્ટ્રોનિક્સ મોલ , એકયુરેટ ફર્નિચર મોલ, એકયુરેટ પેટ્રોલ પંપ તથા એકયુરેટ બીલ્ડરનાં પણ સુકાની છે.
શ્રી રાજુભાઈની સફળજાહેર જીવનની તથા સફળ બીજનેસની સફળતાનું કારણ તેઓ શહેર તથા તાલુકાની જનતાના પ્રેમને આભારી સમજે છે. સામાજીક તથા શારિરીક અનેક સમસ્યાનો સામનો કરી અડીખમ ઉભેલા રાજુભાઈ દોશીનાં (મો.૯૮૭૯૫ ૮૦૬૯૦) પર અભિનંદન વર્ષી રહ્યા છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
