<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

પૂર્વ જિલ્લા તિજોરી અધિકારી આર.જે.પંડયાનો કાલે જન્‍મદિન

રાજકોટઃ નિવૃત તિજોરી અધિકારી શ્રી રામપ્રસાદ જે.પંડયા તેમની જીવનયાત્રામાં કાલે ૮૯માં વર્ષમાં મંગલ પદાર્પણ કરે છે. તેની કારકીર્દી જુનીયર ક્‍લાર્ક થી શરૂ કરીને ખાતાની ટોચની પદવી સંયુક્‍ત નિયામક વર્ગ-૧ (સીલેકશન ગ્રેડ) સુધી ૭ પ્રમોશનો મળેલ. એકાઉન્‍ટ જેવી પરીક્ષા રાજ્‍યકક્ષાએ પ્રથમ નંબરે આવી હાંસલ કરી. રાજ્‍યસરકારના જીએએસની પ્રથમ ૧૯૬૮ની બેચમાં સીધા વર્ગ.૨ના હિસાબી અધિકારી બન્‍યાં હતાં. અમરેલી જીલ્લાના તરડવા નાનાં ગામડામાંથી દિક્ષક પરિવારમાંથી આવેલ. દેવભૂમિ અમરેલીથી કારકુન કક્ષાએ ૧૯૬૧ની ભારતની વસ્‍તીગણતરીમાં રાષ્‍ટ્રપતિશ્રી દ્વારા સિલ્‍વર મેડલ અને સન્‍માન પંત્ર શ્રી એવોર્ડ મેળવ્‍યો અને રાજ્‍ય તરફથી બે વાર સન્‍માનિત થયા છે. રાજકોટ તેમની વિશેષ કર્મભૂમિ છે. જ્‍યાં ૧૦ વર્ષ જેવી યશસ્‍વી ફરજ બજાવી તિજોરીને મોડલ બનાવી ખેતીવાડી વિભાગીય કચેરીમાં ૬ વર્ષ અને કેપ્‍યુટેશન પ મ્‍યુની. કોર્પો રાજકારણો પણ ૬ વર્ષ અને જામનગર આયુર્વેદ યુનીવર્સીટીમાં સંવેધાનિક જગ્‍યા પર ૧૯૯૫માં મેળવી. હવે કુટુંબ/સમાજ પરાયણ અને ધર્મપરાયણ બની નિરામય નિવૃતિજીવનમાં સત્‍કર્મોના ફળ ચાખી રહ્યા છે. લેખક બની ૩ પુસ્‍તકોનું સર્જન પણ કર્યુ છે. તેઓ પર્યાવરણ પ્રેમી હોઈ વૃક્ષારોપણ કરી જન્‍મદિન ઉજવે છે.(મો.૯૪૨૮૨ ૫૭૭૫૦) (૪૦.૨૪)

(3:17 PM IST)