તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th August 2025
મહાશક્તિ હેલ્થ સેન્ટરના ચેરમેન ડો. મહેશ ચાવડાનો આજે જન્મદિન

રાજકોટ તા. ૧૪ : જન આરોગ્ય એજયુકેશન એન્ડ યોગ સંસ્થાન સંચાલિત મહાશક્તિ હેલ્થ સેન્ટરના ચેરમેન ડો. મહેશ ચાવડા (ગોલ્ડ મેડાલીસ્ટ)નો આજે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૩૭માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓએ નેચરોપથી, એકયુપ્રેશર તથા મનોવિજ્ઞાનમાં ઉચ્ચ અભ્યાસ કરી અનેક ડીગ્રી-ડીપ્લોમાં પ્રમાણપત્રો હાંસલ કર્યા છે. નાઇઝેરીયાની એકેડેમીમાંથી પીએચ.ડી.ની પદવી હાંસલ કરી છે. રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ‘સુવર્ણ ભારત સન્માન' એવોર્ડ તેઓ મેળવી ચુકયા છે. ઉપરાંત નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનનો એવોર્ડ, અમેરીકા બુક ઓડ વર્લ્ડ રેકોર્ડ, લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તથા વેબવર્લ્ડ રેકોર્ડ તથા યુવા ડોકટરોમાં વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર તેમને એનાયત થયુ છે. રાજયોગીની સુસ્મા દીદી અને ઉષાદીદીના હસ્તે પણ સન્માનો મળ્યા છે. કોન બનેગા કરોડપતિમાં ઓડીયસન્માં આમંત્રિત થઇ અમિતાભ બચ્ચન સાથે ફોટો પડાવવાની તક મેળવી ચુકેલા ડો. મહેશ ચાવડા (મો.૯૬૦૧૩ ૦૦૪૮૦)ને આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
