<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

શહેર કોંગ્રેસ અગ્રણી કમલેશ કોઠીવાળનો કાલે જન્‍મદિવસ

 

રાજકોટ, તા. ૧૪: શહેર કોંગ્રેસના લડાયક નેતા કમલેશ કોઠીવાળનો આવતીકાલે સ્‍વતંત્ર દિને જન્‍મદિવસ છે. કે.કે.ના હુલામણા નામે જાણીતા કમલેશ કોઠીવાળ ભૂતકાળમાં એન.એસ.યુ.આઇ. અને યુવક કોંગ્રેસમાં રહીને વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્‍ને અનેક સફળ આંદોલનો કરેલા છે. તેઓ બી.એ.એલએલ.બી. તેમજ બી.જે.એમ.સી. (પત્રકારત્‍વ) જેવી ઉચ્‍ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે.

બહોળુ મિત્ર વર્તુળ અને સ્‍વચ્‍છ પ્રતિભા ધરાવે છે. વ્‍યવસાયે એડવોકેટ છે. આહીર સમાજના યુવા તારલા અને જાહેર જીવનના ઘરેણા સમાન કમલેશ કોઠીવાળ અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે.

જન્‍મદિવસે નિમિત્તે મો. ૯૯૦૪પ ૦૦૦૦૧ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે. (૯.૩૦)

(3:26 PM IST)