<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

નવસારીના મ્‍યુ.કમિશનર દેવ ચોધરીનો કાલે જન્‍મદિન

રાજકોટના એક સમયના જિલ્લા વિકાસ અધિકારી

રાજકોટઃ નવસારીના મ્‍યુનિસિપલ કમિશનર શ્રી દેવ ચોૈધરીનો જન્‍મ તા.૧૫ ઓગષ્‍ટ ૧૯૯૦ના દિવસે થયેલ. આવતીકાલે ૩૬માં વર્ષના દ્વારે પહોંચશે. તેઓ ૨૦૧૬ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

મુળ રાજસ્‍થાનના વતની શ્રી દેવ ચોૈધરીએ જુનાગઢમાં તાલીમી સમય પૂર્ણ કર્યા બાદ અમદાવાદના દસકોઇમાં મદદનીશ કલેકટર, ગાંધીનગરમાં સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામ્‍ય)ના ખાસ કમિશનર રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદમાં ડે.મ્‍યુ.કમિશનર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી છે. મો.૯૯૭૮૪ ૦૮૧૧૮ નવસારી.(૨.૨૭)

(3:28 PM IST)