<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વનાયબ કુલસચિવ ડો.કિરીટ પાઠકનો જન્‍મદિવસ

રાજકોટઃ ભાજપના  અગ્રણી રાજકોટ નગર પ્રાથમિશિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ના કાયદાવિભાગ ના પૂર્વ નાયબ કુલસચિવ ડો. કિરીટ પાઠક આજે જીવન યાત્રાના ૬૫ વર્ષ પૂર્ણ કરી ૬૬ વર્ષમા પ્રવેશ કરશે. તેઓ  છેલ્લા ચાર દાયકાથી સંઘ સાથે સંકળાયેલ છે ૧૯૮૭-૮૮ માં રાજકોટ શહેર ભાજપ માં યુવા મોરચામાં ઉપપ્રમુખ(બે ટર્મ) મહામંત્રી(૧ટર્મ) મંત્રી(૧ટર્મ)સુધી જવાબદારી સોંપવામાં આવેલી હતી.  ગુજરાત ભાજપ યુવા મોરચોમાં પ્રદેશ કારોબારી સભ્‍ય તરીકે પણ કામગીરી કરેલી છે. તેઓ  રાજકોટ મહાનગરપાલિકા ની શિક્ષણ સમિતિના સભ્‍ય તરીકે ૧૯૯૫ થી૨૦૦૫ સુધી સતત ૧૦ વર્ષ સુધી ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે જવાબદારી સોંપેલ હતી. તેમને  રાજકોટ શહેર ભાજપ ના માનવ અધિકાર સેલ ના કન્‍વીનર તરીકે ૨૦૦૯થી ૨૦૧૨. સુધી જવાબદારી સોંપવામાં આવી હતી. શ્રી પાઠક રાજકોટ શહેર ભાજપ ના શહેર કારોબારીમાં  કાયમી નિમંત્રીત સભ્‍ય તરીકે   પાંચ ટર્મથી  કાર્યરત છે.

તેઓ  નિવળત્ત થયા બાદ પુનઃ વકીલાત ના વ્‍યવસાયમાં  જોડાયેલ છે આ અગાઉ શ્રી પાઠક  વકીલાત ના વ્‍યવસાય માં હતા ત્‍યારે રાજકોટઃ બાર એસોશિએશન માં જોઈન્‍ટ સેક્રેટરી તેમજ કારોબારી સભ્‍ય તરીકે જવાબદારી સોંપેલ હતી છેલ્લા વર્ષોથી સોશ્‍યલ મીડિયા માં ફેસબુક અને વોટ્‍સએપમાં  મહાનુભાવો ના જન્‍મદિવસ અને પુણ્‍યતિથિ નિમીતે તેઓને તેમના  તેની વિગતો  ની પોસ્‍ટ  નિયમિત  મૂકે છે શ્રી પાઠક ના ૬૬ માં જન્‍મદિવસ નિમિત્તે  મો. ૯૪૨૯૨ ૪૪૯૯૯ ઉપર  અભિનંદન પાઠવી રહ્યા છે.(૩૮.૨૧)

(11:38 AM IST)