<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી નૈમિષભાઇ જોષીનો જન્‍મદિવસ

રાજકોટ, તા., ૨૦: રાજકોટના યુવા ધારાશાસ્ત્રી  અને ગુજરાતના સુપ્રસિધ્‍ધ પટેલ લો ફર્મની ઓફિસમાં પ્રેકિટસ કરતા એડવોકેટ  નૈમિષ લલીતભાઈ જોષીનો આજે તા. ૨૦/૦૮/૨૦૨૫ના રોજ જન્‍મ દિવસ છે.

એડવોકેટ નૈમિષ લલીતભાઈ જોષી વિકિલાત ક્ષેત્રમાં એક યુવા એડવોકેટ તરીકે ખુબજ સારૂ નામ અને પ્રતિષ્ઠા ધરાવે છે અને તેઓ સેશન્‍સ કોર્ટ, સીવીલ કોર્ટ, ફેમીલી કોર્ટમાં પ્રેકિટસ કરે છે. એડવોકેટ નૈમિષભાઈ પોતાની પ્રતિભા દ્વારા અનેક લોકોને ન્‍યાય અપાવવા માટે મદદરૂપ થયેલ છે. તેમજ તેઓ બ્રહ્મ સમાજ પરશુરામ યુવા સંસ્‍થા સાથે સંકળાયેલ છે અને બ્રહ્મ સમાજના અનેક સેવાકિય કાર્યોમાં અમુલ્‍ય યોગદાન આપેલ છે. આજે તેમના જન્‍મ દિવસ નિમિત્તે બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના પૂર્વ મેમ્‍બર શ્રી દિલીપભાઈ પટેલ, પટેલ લો ફર્મના કલ્‍પેશ નસીત, અનિતા રાજવંશી, ઈશા કણઝારીયા નૈમિષ જોષીને રાજકોટ બાર એસોસીયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ તમામ સભ્‍યો, તથા ભા.જ.પાના અગ્રણીઓ, કોર્પોરેટરો તથા બ્રહ્મ સમાજના આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ, ડોકટરો, મિત્ર વર્તુળ, મોટી સંખ્‍યામા નૈમિષ જોષીને તેમના મોબાઈલ નં.૮૧૪૦૩ ૬૩૨૬૩ ઉપર શુભેચ્‍છા અને અભિનંદનની વર્ષા થઈ રહેલ છે.

(4:22 PM IST)