તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
કલાઇમેટ ચેઇન્જ વિભાગના અગ્રસચિવ રાહુલ ગુપ્તાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત કલાઇમેટ ચેઇન્જ વિભાગના અગ્રસચિવ શ્રી રાહુલ ગુપ્તાનો જન્મ તા. ર૦-૦૮-૧૯૭૯ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અગાઉ તેઓ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવતા હતા.
તેઓ અમદાવાદ પંથકના વતની અને ર૦૦૪ની બેચના આઇ.એ.એસ. કેડરના સચિવ કક્ષાના અધિકારી છે. શ્રી રાહુલ ગુપ્તા અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ ગૃહ સચિવ, આણંદ, જુનાગઢ અને રાજકોટમાં જિલ્લા કલેકટર, રાજયમાં ઉદ્યોગ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ પી.એચ.ડી.ની પદવી ધરાવે છે. મો. ૯૯૭૮૪ ૦૧૩૯૦ ગાંધીનગર.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
