News of Friday, 22nd August 2025
પોરબંદર ખારવા સમાજના યુવા અગ્રણી અનિલભાઇ મોતીવરસનો જન્મદિન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ ખારવા સમાજના યુવા અગ્રણી અનિલભાઈ મોતિવરસનો આજે જન્મદિવસ છે. વિધાર્થી કાળથી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયા સામાજિક જીવનની શરૂઆત કરી વિધાર્થી નવરચના સમિતિ દ્વારા વિધાર્થી સન્માન સમારોહ તથા વિધાર્થીઓના અભ્યાસ જાગળતિના કાયેક્રમો કરી વિધાર્થી ઓને પ્રોત્સાહન આપવા, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના ગોવિંદભાઈ મોતિવરસ સાથે જોડાય બ્લડ ડોનેશન કેમ્પ કરી રક્તદાન શ્રેષ્ઠ દાનની જાગળતિના કાર્યક્રમો કરી ભાવસિંહજી હોસ્પિટલમાં સેવાઓ આપી, માછીમાર સમાજના ભીષ્મપિતામહ સમાન પ્રેમજીભાઈ ખોખરી સાથે જોડાય માછીમારોના કામો અને તેની રજૂઆત કરી, પાકિસ્તાન ભારત ના ડેલીગેશન સાથે જોડાય પાકિસ્તાન ફિશીંગ બોટો છોડાવવા સહિત કામગીરી કરી હતી.
સમસ્ત ખારવા જ્ઞાતિમા પંચ પટેલમા જોડાયા બાદ રાજકીય રીતે પોરબંદરના વિકાસમા પોરબંદર નગરપાલિકામા રજુઆતો કરી લોકોને લાઇટ, પાણી, રસ્તા, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવી રજૂઆત કરી લોકોની સાથે જોડાય આંદોલન તેમજ હાલ રાજકિય અને સામાજિક જીવનમાં સરકારી યોજનાઓ નો લાભ અપાવવા સહિત જનહિત માટે લોકો ને લાભ તેવા કાર્યો કરે છે. સામાજિક અને માછીમાર તથા ખારવા સમાજ આગેવાન અનિલભાઈ મોતિવરસને તેમના મોબાઈલ નં. ૯૮૨૪૨ ૩૪૦૦૬ ઉપર જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ વરસી રહી છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
