તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
શહેર યુવા ભાજપ પ્રમુખ-એડવોકેટ કિશન ટીલવાના કાલે જન્મદિવસ

રાજકોટઃ કડવા પટેલ જ્ઞાતિના યુવા એડવોકેટ તથા યુવા નેતા કિશન ટીલવાનો આવતીકાલે તા.૨૪ના રવિવારે જન્મદિવસ છે. ૨૪ ઓગસ્ટ ૧૯૮૯ના પવિત્ર જન્માષ્ટમીના શુભ દિવસે જુનાગઢ જિલ્લાના માણાવદર ગામે તેમનો જન્મ થયો હતો. તેઓ આવતીકાલે જીવનના ૩૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
રાજકોટ શહેર યુવા ભાજપના પ્રમુખ, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ ઉમિયા ધામના ટ્રસ્ટી તથા શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. છેલ્લા ૧૮ વર્ષથી ભાજપ સંગઠન અને પાટીદાર સમાજમાં વિવિધ હોદ્દાઓ પર રહી સેવાઓ આપી રહ્યા છે. જેમાં ૨૦૦૭ થી ૨૦૧૦: ઉપપ્રમુખ, યુવા ભાજપ વોર્ડ-૧૨, ૨૦૧૦ થી ૨૦૧૩: પ્રમુખ, યુવા ભાજપ વોર્ડ-૧૨, ૨૦૧૩ થી ૨૦૧૬ : કારોબારી સભ્ય, રાજકોટ શહેર યુવા ભાજપ,૨૦૧૬ થી ૨૦૨૦: મંત્રી, રાજકોટ શહેર યુવા ભાજપ, ૨૦૨૦ થી ૨૦૨૧ મહામંત્રી, રાજકોટ શહેર યુવા ભાજપ અને ૨૦૨૧ થી રાજકોટ શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓએ ઉમિયા સંગઠન સમિતિ, શ્યામલ સિટી સોસાયટી, પ્રોફેશનલ સમિતિ સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રમુખ અને મંત્રી તરીકે સેવાઓ આપી છે. હાલમાં ઉમિયા મંદિર સિદસરના કારોબારી સભ્ય તેમજ રાજકોટ ઉમિયા ધામના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે.
કિશન ટીલવા ધાર્મિક રીતે સોમનાથ મહાદેવ, કષ્ટભંજન દેવ, સ્વામિનારાયણ ભગવાન તથા ઉમિયા માતાજીના પરમ ઉપાસક છે. તેઓએ એલએલબી (ઈન્ટિગ્રેટેડ), એલએલએમ, બીજેએમસી, એમજેએમસી જેવા અભ્યાસ પૂર્ણ કરી છેલ્લા ૧૪ વર્ષથી વકીલાતના ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી છે.
ઉમા સારથી ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમવાર કડવા પાટીદાર સમાજની ૨૫ દીકરીઓના સમૂહલગ્નોત્સવ ‘‘પ્રિતનું પાનેતર''માં આ પ્રસંગે તમામ દીકરીઓને જીવનજરૂરી ૧૦૦થી વધુ ચીજવસ્તુઓ ભેટરૂપે આપવામાં આવી હતી. મો. ૯૯૭૪૦૦૧૦૧૦.(૩૮.૩૦)
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
