News of Monday, 25th August 2025
ચોટીલાના સામાજીક કાર્યકર તથા પત્રકાર મોહસીનખાન પઠાણનો આજે જન્મ દિવસ

વઢવાણ, તા.૨૫: ચોટીલામાં આવેલી રામ-રહીમ ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્થાપક ?મુખ મોહસીનખાન દિલાવરખાન પઠાણનો આજે જન્મ દિવસ છે ૧૯૮૮માં મોહસીનખાનનો જન્મ થયો હતો અને ?ાથમિક શિક્ષણ ચોટીલાની ?ાથમિક શાળા નંબર ૩માં લઈને ધોરણ ૮ થી ૧૦ બે વર્ષ ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હતો અને ધોરણ ૧૦ની પરીક્ષા આપીને ફક્ત ૧૫ વર્ષની ઉંમરે રામ રહીમ સેવા સમિતિ નામની સેવાકિય સંસ્થા બનાવીને મિત્રોને ઘરેથી વાપરવા આપવામાં આવતા પૈસાથી લોકોની સેવાની શરૂઆત કરી હતી. આજે તે સંસ્થા ચોટીલા સહિત સુરેન્દ્રનગર જીલ્લા અને સૌરાષ્ટ્રમાં સેવાકિય ?વળતિઓ કરે છે. પોતે છેલ્લા ૧૫ વર્ષથી પત્રકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમજ ચોટીલા ટુડે ન્યૂઝ પોર્ટલ પણ ચલાવે છે જેમાં ૩૦૦૦૦ લોકો જોડાયેલા છે. મોહસીનખાન ને મો. ૯૨૨૮૪ ૩૨૫૬૦ પર શુભેચ્છાઓ મળી રહી છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
