<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

એડવોકેટ મુકેશ ભટ્ટીનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટ, તા.૨૨: રાજકોટના નામાંકિત એડવોકેટ મુકેશ આર. ભટ્ટીનો આજે જન્‍મ દિવસ છે. તેઓ આજે યશસ્‍વી જીવનના ૪૯ વર્ષ પૂર્ણ કરી મંગલમય જીવનના ૫૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. એડવોકેટ મુકેશ ભટ્ટી વર્ષ ૨૦૦૮થી વકીલાત કરી રહ્યા છે. છેલ્લા ૧૭ વર્ષથી વધુ સમયથી તેઓ ફોજદારી તેમજ સિવિલ કેસોમાં પ્રેક્‍ટિસ કરી લોકોનો ન્‍યાય અપાવી રહ્યા છે. તીવ્ર કાનૂની સમજ, ઈમાનદારી અને ન્‍યાય માટેની લગન ઓળખ ધરાવતા એડવોકેટ મુકેશ ભટ્ટી તાલુકા કોર્ટથી લઈ જુદા જુદા રાજ્‍યની અદાલતોમાં પણ વિવિધ પ્રકારના કેસો સંભાળી ચૂકયા છે. એડવોકેટ મુકેશ ભટ્ટીએ વકીલાતની શરૂઆતથી જે ઊર્જા અને નિષ્ઠા સાથે કરી હતી તે આજે પણ જોવા મળી રહી છે. એડવોકેટ મુકેશ ભટ્ટીને તેમના જન્‍મ દિવસ નિમિત્તે સગા સંબંધી, મિત્રો અને સિનિયર-જુનિયર વકીલો તેમના મો.૯૪૨૮૨૮૨૧૭૫ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(5:02 PM IST)