News of Monday, 25th August 2025
રાજકોટના યુવા એડવોકેટ યશ ડોડીયાનો આજે જન્મદિવસ

રાજકોટ, તા.૨૫: રાજકોટના યુવા એડવોકેટ યશ મનીષભાઈ ડોડીયાનો આજે ૨૫ ઓગષ્ટના રોજ જન્મદિવસ છે. યશભાઈ ડોડીયા વકિલાત ક્ષેત્રમાં એક યુવા એડવોકેટ તરીકે ખુબજ સારૂ નામ અને પ્રતિષ્ઠા ધરાવે છે.તેઓ બગસરા(ભાયાણી)ના મુળ વતની છે અને પોતે ભારતીય જનતા પાર્ટીમાં યુવા સંગઠન કાર્યક્રમોમાં કાર્યરત છે. તોઓની વકિલાત ક્ષેત્રની કારર્કીર્દીમાં રેવન્યુ,ક્રીમીનલ તથા સરફેસીની સાથે સેવાકીય પ્રવળતિઓ તેમજ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી તથા રાજકોટ ડીસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરીટીમાં, રાજકોટ મધ્યસ્થ જેલ-રાજકોટ અને શહેરના ધણા પોલીસ સ્ટેશનોમાં બે વર્ષથી વધારે સમય પેરાલીગલ વોલન્ટર્ટીઅર્સે તરીકેની નિષ્ઠાપુર્વક સફળતા પુર્વકની કામગીરી કરેલ છે.
યશભાઈ ડોડીયા મિલનસાર તથા હસમુખો, સરળ સ્વાભાવનાન કારણે બહોળું મિત્રમંડળ ધરાવે છે. તેના શુભેચ્છકો, મિત્ર મંડળ, વકીલ મિત્રો, રાજકીય આગેવાનો તેમના મોબાઈલ નંબર ૯૪૦૮૭ ૭૫૫૫૭ પર અભિનંદન તથા આર્શિવાદની પુષ્પવર્ષા કરી રહ્યા છે
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
