<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

ભાવનગરના પત્રકાર વિપુલ હિરાણીનો જન્‍મદિવસ

ભાવનગર, તા.૨૮: છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી   અખબારી જગત સાથે સંકળાયેલા ભાવનગરનાં સીનીયર પત્રકાર વિપુલભાઈ હિરાણીનો આજે તા.૨૮ ઓગસ્‍ટનાં રોજ જન્‍મદિવસ છે. ઈકોનોમીકસ વિષય સાથે એમ.એ. થયેલા વિપુલ હિરાણી

લોકપ્રિય સાંધ્‍ય દૈનિક ‘અકિલા' ના પત્રકાર તેમજ  એશિયાનાં સૌથી જુના દૈનિક એવા મુંબઈ સમાચારનાં ભાવનગર જીલ્લાનાં પ્રતિનિધિ તેમજ સૌરાષ્‍ટ્રનાં સૌથી જુના જયહિન્‍દ દૈનિકનાં ભાવનગરનાં બ્‍યુરો ચીફ તરીકે અને ન્‍યુઝ ચેનલ વી. એસ. ન્‍યુઝ ના નિર્માતા તરીકે પણ કામગીરી કરી રહ્યા છે. પોઝીટીવ જર્નાલીઝમને કારણે બહોળો મિત્ર વર્તુળ ધરાવતાં વિપુલ હિરાણી ભાવનગર પ્રેસ કલબનાં મે.સેક્રેટરી પણ છે. મો.૯૪૨૭૭૫૩૩૧૨

(3:46 PM IST)