તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 28th August 2025
યુનિવર્સિટી ડી. સ્ટાફના હેડકોન્સ. પ્રતાપસિંહ મોયાનો આજે જન્મદિવસ
છવ્વીસ વર્ષની ફરજમાં અનેક નોંધપાત્ર કામગીરી

રાજકોટ તા. ૨૮: શહેર પોલીસમાં છવ્વીસ વર્ષથી ફરજ બજાવતાં હેડકોન્સ. પ્રતાપસિંહ દાદભા મોયાનો આજે બાવનમો જન્મદિવસ છે. પ્રતાપસિંહ મોયાએ પોલીસમાં ભરતી થયા પછી રાજકોટ પ્ર.નગર, તાલુકા પોલીસ સ્ટેશન, થોરાળા, ગાંધીગ્રામ ડી. સ્ટાફમાં અને ક્રાઇમ બ્રાંચમાં તેમજ એસીપી ક્રાઇમ ટીમમાં નોંધપાત્ર કામગીરી કરી અધિકારીઓ તરફથી પ્રસંશા મેળવી છે. હાલમાં તેઓ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ડી. સ્ટાફમાં ફરજ બજાવી રહ્યા છે. બહોળુ મિત્રવર્તુળ ધરાવતાં અને કુનેહ થકી ગુના ઉકેલવાની આવડત ધરાવતાં પ્રતાપસિંહ મોયા (મો. ૯૮૭૯૫ ૩૦૩૦૮)ને અધિકારીઓ, મિત્રો તરફથી સતત શુભેચ્છાઓ મળી છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
