<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

જૂનાગઢના શ્રી હિરાદીપ ચેરિટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શીતલબેન જોષીનો આજે જન્‍મ દિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧: જુનાગઢમાં અનેકવિધ સેવાકીય પ્રવળત્તિઓ સાથે સંકળાયેલા શ્રી હિરાદીપ ચેરિટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શીતલબેન જોષીનો આજે જન્‍મ દિવસ છે. હુતાશની (હોળી-ધૂળેટી), સાતમ આઠમ, દિવાળી સહિતના અનેક તહેવારોમાં ગરીબો, જરૂરિયાતમંદ લોકોને તેમના વિસ્‍તામાં જઈ કપડા, નાસ્‍તો, ભોજન, ફટાકડા, મીઠાઈ સહિતની વસ્‍તુ પહોંચાડે છે. લીલી પરિક્રમા, શિવરાત્રીના મેળાના પર્વે ભાવિકો - પરિક્રમાર્થીઓને ચા, પાણી, શરબતનું ફ્રીમાં વિતરણ કરે છે. અનેક વખત આરોગ્‍ય કેમ્‍પ યોજી તેમાં પણ સેવા કરે છે. હાલમાં જ ગણેશ મહોત્‍સવ ચાલી રહ્યો છે ત્‍યારે POP (પીઓપી) ના ગણપતિથી કેમિકલ્‍સ, ઝેરી કલરથી પર્યાવરણ, પાણીને પ્રદૂષિત થતું અટકાવવા માટીના ૧૭૫ થી વધુ ગણેશજી બનાવી ફ્રીમાં વિતરણ કર્યું હતું. શીતલબેન જોષી ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રહ્મ સમાજમાં ટ્રસ્‍ટી તરીકે છેલ્લા ૧૪ કરતા વધુ વર્ષોથી સેવા કરે છે. ત્‍યારે આવા સેવાના મહારથી શીતલબેન જોષીને સિટી કવરેજ ડીઝીટલ મીડિયા હાઉસ જન્‍મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્‍છાઓ પાઠવે છે. સાથે તેમના મોબાઈલ નંબર ૯૯૦૯૮૦૭૦૩૫ પર સગા, સંબંધીઓ તોહીઓ, મિત્રો, સામાજિક, રાજકીય અગ્રણીઓ, ધાર્મિક સંસ્‍થાના સંતો વગેરે શુભેચ્‍છાનો ધોધ વહાવી રહ્યા છે.

(1:33 PM IST)