<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

વી.વી.પી. કોલેજના સિનિયર લાઈબ્રેરીયન ડો. તેજસ શાહનો જન્‍મદિવસ

 

રાજકોટઃ  વી.વી.પી. એન્‍જીનિયરીંગ કોલેજમાં સિનિયર લાઇબ્રેરિયન તરીકે કોલેજના સ્‍થાપના કાળથી ફરજ બજાવતા બી.એસ.સી., ડી.સી.એસ., એમ.લીબ. (ગુજરાત પ્રથમ), પી.એચ.ડી. લાઈબ્રેરી સાયન્‍સ સુધીની પદવી ધરાવતા ડો. તેજસ શાહનો  આજે જન્‍મદિવસ છે.  શીશુકાળથી રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ માં પ્રાર્થનાગાયક રહી ચૂક્‍યા છે, પ્રાથમિક વર્ગ શિક્ષિત સ્‍વયંસેવક છે. સૌરાષ્ટ્ર યુનિ. ખાતે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ. સેન્‍ટરના માસ્‍ટર તથા બેચરલ ઓફ લાયબ્રેરી સાયન્‍સના એક્‍સપર્ટ લેકચરર તથા ગાઈડ  તરીકે સેવાઓ આપી રહ્યા છે. ૩ વખત નેશનલ લેવલના બેસ્‍ટ પેપર એવાર્ડ મળેલ  છે. વિવિધ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જર્નલ્‍સમાં એડીટોરીયલ બોર્ડ મેમ્‍બર, રીવ્‍યુઅર તરીકે સેવાઓ આપી રહયા છે.  વાંકાનેર ખાતેની  દેવદયા ચેરિટેબલ ટ્રસ્‍ટ સંચાલિત એન. આર.દોશી આઈ હોસ્‍પિટલ વાંકાનેરના ટ્રસ્‍ટી તરીકે, શ્રી  જીરાવાલા પાર્શ્વનાથ દેરાસરમાં યોગદાન આપી રહ્યા છ મો.૭પ૬૭૦ ૪૯૩૦૧

(2:58 PM IST)