<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

યુવા એડવોકેટ જયેન્‍દ્રભાઇ ગોંડલીયાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ, તા.૨: યુવાવયથી સંઘના પ્રખર કાર્યકર, રાષ્‍ટ્ર પ્રેમી ધર્મપ્રેમી, સામાજિક, સેવાકીય ક્ષેત્રે પણ ખૂબ જ સક્રિય અને છેલ્લા  ૧૯ વર્ષથી વકીલાતના વ્‍યવસાયમાં જોડાયેલા ધારાશાષાી જયેન્‍દ્રભાઈ ગોંડલીયા નો આજે જન્‍મદિવસ છે સિવિલ, ક્રિમિનલ, ફેમિલી મેટર,રેવન્‍યુ, કન્‍ઝ્‍યુમર, એમ.એ.સી.પી., જુવેનાઇલ, નેગોસીએબલ કેસ વિગેરે ક્ષેત્રે ખૂબ બહોળી પ્રેક્‍ટિસ અને અનુભવ ધરાવતા જયેન્‍દ્રભાઈ ગોંડલીયા અધીવક્‍તા પરિષદ, વોઇસ ઓફ લોયર્સ,વી.એચ.પી લીગલ સેલ, રાજકોટ શહેર ઓબીસી એકતા પરિષદના ઉપપ્રમુખ તરીકે , ઉપરાંત અનેકવિધ સામાજિક સંગઠનો, લીગલ ડિપાર્ટમેન્‍ટ વિગેરેમાં ખૂબ જ સક્રિય છે હાલમાં જ રાજકોટ બાર એસોસિએશનના  જોઈન્‍ટ સેક્રેટરી પદે પણ ઉમદા ફરજ બજાવી ચૂકયા છે... જુનિયર વકીલ મિત્રોને હંમેશા માર્ગદર્શક તરીકે મદદરૂપ થવા તથા તમામ વકીલ આલમમાં જેનો કોઈ શત્રુ જ નથી તેવા અજાતશત્રુ જયેન્‍દ્રભાઈ  ગોંડલીયાને મો. નં. ૯૩૭૪૧ ૭૯૨૪૧ જન્‍મદિવસ નિમિત્તે અઢળક શુભેચ્‍છાઓ મળી રહી છે

(4:08 PM IST)