<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

સંઘાણી સ્‍થા.સંઘ-ગોંડલના પ્રમુખ અશોકભાઇ કોઠારીનો જન્‍મદિવસ

રાજકોટઃ જીવદયા પ્રેમી , વૈયાવચ્‍ચ પ્રેમી , સંઘ રત્‍ન , શાશન સેવક અશોકભાઈ કોઠારીનો આજે જન્‍મ દિવસ છે.

તેઓ સંઘાણી સ્‍થાનકવાસી જૈન સંઘ -ગોંડલ ,સંઘાણી સંઘ - રાજકોટ તથા સંઘાણી સંપ્રદાય ના પ્રમુખ તેમજ ગુજરાત રત્‍ન પૂજ્‍ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ તથા સદગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબ ની પ્રરણાથી રાજકોટમાં ચાલતાં જૈન ભોજનાલય અને દિવ્‍ય સાધનાલય કાલાવડ ના ટ્રસ્‍ટી , તેમજ દશા શ્રીમાળી વણિક મહાજન , ગોડલ પાંજરાપોળ , દશા શ્રીમાળી સુવર્ણ મહોત્‍સવ જૈન દવાશાળા ના મંત્રી અને કોઠારી કુટુંબ (દેવશીબાપા ) પરિવારના મેનેજિંગ ટ્રસ્‍ટી તરીકે   સેવા આપી રહ્યા છે.  અશોકભાઇ (મો. ૯૯૭૮૯ ૫૦૯૨૩) ઉપર  જન્‍મ દિવસે ઠેર ઠેર થી શુભેચ્‍છા મળી  રહી છે. 

(11:41 AM IST)