<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ભાવનગરના સામાજિક કાર્યકર ભરત એ.મોણપરાનો આજે જન્‍મદિવસ

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.,૮ : ભાવનગર શહેર જિલ્લામાં સામાજિક અને યુવા પ્રવળત્તિઓ કરતા સરદાર યુવા મંડળ ભાવનગરના પ્રમુખ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્‍ય, સર ટી હોસ્‍પિટલ રોગી કલ્‍યાણ સમિતિના સભ્‍ય તેમજ અનેક સામાજિક સંસ્‍થાઓ સાથે જોડાયેલા ભરત એ. મોણપરાનો આજે જન્‍મદિવસ છે તેનો જન્‍મ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના આલીધરા ગામે મોસાળમાં થયો હતો તેનું મૂળ વતન જૂનાગઢ જિલ્લાનું વંથલી તાલુકાનું સાંતલપુર ગામ પણ ભાવનગરને પોતાનું વતન બનાવીને ખૂબ સેવા કાર્યો કરી રહ્યા છે અત્‍યાર સુધીમાં ૧૧૪ બીન વારસી લાશો અગ્નિ સંસ્‍કાર કર્યા છે ૭૪ વાર રક્‍તદાન કર્યું છે તેમજ ભરત નગર જેવા સામાન્‍ય વિસ્‍તારમાં રહી અને જરૂરિયાત મુજબના પરિવારોને સતત મદદ કરતા રહે છે. કોરોના કાળ દરમિયાન ખૂબ સેવા કાર્યો કર્યા હતા.

રાષ્‍ટ્રીય મહાપુરુષોના જન્‍મદિન નિર્વાણ દિન ની ઉજવણી કરવી વ્‍યસનમુક્‍તિ અભિયાન સામાજિક કાર્ય સહિત અનેક સેવા કાર્યો કરી રહ્યા છે તેમના માતા-પિતાના આશીર્વાદથી અને તેના ગોરધન મામાના જીવનમાંથી સાહસીકતા મળી છે. મો. ૯૪૨૬૯૫૧૪૫૦,૭૦૧૬૦૫૩૦૬૩

(12:11 PM IST)