News of Tuesday, 9th September 2025
વાંકાનેર રઘુવંશી શ્રેષ્ઠી વિનુભાઇ કટારીયાનો જન્મદિનઃ સેવાકાર્યો

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૯ :.. વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી નજીક નિર્માણધીન શ્રીરામધામના પાયાના પથ્થર અને વાંકાનેર શ્રી સદ્્ગુરૂ આનંદ આશ્રમના પ્રમુખશ્રી વિનુભાઇ પી. કટારીયાનો આજે ૬રમો જન્મ દિવસ વિવિધ ધાર્મિક તથા સેવાકીય પ્રવૃતિ થકી ઉજવાશે.
હાલ જેઓ અનેક સેવાકીય સંસ્થાઓમાં નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. જેમાં શ્રી અંધ-અપંગ ગૌ આશ્રમ, શ્રી ગાયત્રી શકિતપીઠ, સદ્્ગુરૂ આનંદ આશ્રમ, વાંકાનેર લોહાણા મહાજન, લોહાણા યુવક મંડળ સહિતની સંસ્થાઓ સાથે સંકળાયેલ છે.
આ ઉપરાંત તેને રાજકીય ક્ષેત્રે વાંકાનેરમાં યુવા ભાજપ પ્રમુખ, તાલુકાના સતાપર ગામે ડે. સરપંચ, વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં ઉપપ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, પૂર્વ મંત્રી જીલ્લા ભાજપ, ઉપરાંત પૂર્વ પ્રમુખ અખિલ ગુજરાત લોહાણા યુવા સંઘ, રઘુવંશી ક્રાંતિ મંચ તથા રઘુવીર સેના સાથે જીવનભર સંકળાયેલા રહી સેવાઓ આપી હતી. હાલ તેઓ ચોટીલા-બાઉન્ડ્રી પાસે સમસ્ત રઘુવંશીઓનું ૧૦૦ કરોડના ખર્ચે આકાર લઇ રહેલુ શ્રી રામધામના પાયાના પથ્થર તરીકે જેઓ સેવા આપી રહ્યા છે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના શ્રીરામધામ ના પ્રચાર-પ્રસારનો હવાલો પણ સંભાળી રહ્યા છે. આજે તેમના જન્મદિને વિવિધ ધાર્મિક જગ્યાના સંતો-મહંતો તથા ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, તથા જ્ઞાતી અગ્રણીઓ શ્રી રામધામ ટ્રસ્ટ (જાલીડા)ના ટ્રસ્ટીશ્રીઓ તથા મિત્ર વર્તુળમાંથી તેઓના મો. નં. ૯૪ર૬૯ ૧પ૧૧૧ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે. (પ-૯)
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
