News of Tuesday, 9th September 2025
વાંકાનેરનાં રઘુવંશી યુવા અગ્રણી અમિત સેજપાલનો જન્મ દિવસ
વિવિધ ધાર્મિક તથા સેવાકીય પ્રવૃતિ થકી ઉજવણી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૯ :.. વાંકાનેર રઘુવંશી સમાજના યુવા અગ્રણી તથા નાની ઉમરે અનેક સંસ્થા સાથે સંકળાયેલ તથા વિવિધ સંસ્થાઓમાં હોદેદારો તરીકે સેવા આપી રહેલ છે. જેમાં વાંકાનેર રઘુવંશી સોશ્યલ ગ્રુપમાં ઉપપ્રમુખ તથા યુવા ભાજપના પૂર્વ મહામંત્રી ઉપરાંત લોહાણા મહાપરિષદના યુવા અગ્રણી કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે.
હાલ નિર્માણધીન શ્રી રામધામમાં કાર્યકર્તા તરીકે સેવા આપી રહ્યા છે.
તેમજ વાંકાનેર વોર્ડ નં. ૬ માં સેવા અને મજબૂત સંગઠન તૈયાર કરી ૧૦૮ તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર આ રઘુવંશી વિરલો અમિત સેજપાલ આજે તા. ૯-૯-રપ ના રોજ જીવનના ૩પ વર્ષ પુરા કરી ૩૬ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે જ્ઞાતિ અગ્રણી ધારાસભ્ય જીતુભાઇ સોમાણી તથા વાંકાનેર લોહાણા મહાજન અગ્રણીઓ, સોશ્યલ ગ્રુપના હોદેદારો ઉપરાંત સગા - સ્નેહીજનો બહોળો મિત્ર વર્ગ તેમના મો. ૯૩૭પ૬ ૯૩૭પપ ઉપર જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
