News of Saturday, 13th September 2025
પાટણ જીલ્લાના ‘અકિલા’ના વરિષ્ઠ પત્રકાર જયંતીભાઇ ઠક્કરનો જન્મદિવસ

પાટણ, તા., ૧૩: પાટણ જીલ્લાના અકિલાના વરિષ્ઠ પત્રકાર જયંતીભાઇ ઠક્કર (ગણાત્રા)નો આજે તા. ૧૩ સપ્ટેમ્બરે જન્મદિવસ છે. તેઅોનો ૭પ માં વર્ષમાં પ્રવેશ થયો છે. છેલ્લા પાંચ દાયકાથી અકિલા, સંદેશ, હિન્દુસ્તાન સમાચાર સહિતના અખબારોમાં પત્રકાર તરીકે ફરજ બજાવી રહયા છે.
આ ઉપરાંત તેઓ પાટણ લોહાણા કન્યા છાત્રાલય, લોહાણા કુમાર છાત્રાલયમાં સેવા આપી રહયા છે. પૂ.જલારામ બાપા મંદીર તેમજ રાજય સરકારની જીલ્લા કક્ષાની વિવિધ સલાહકાર સમીતીઅોમાં પણ યોગદાન આપી રહયા છે. તેમના મો. ૯૯રપ૪૯૧૦૦પ ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે. (૪.૧૫)
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
