News of Monday, 15th September 2025
ગૌરવરૂપ નિવૃત અધિકારી જે.કે.આસ્તિકનો જન્મદિન
રાજકોટમાં વિવિધ સ્થાનો પર યશસ્વી કામગીરી

રાજકોટઃ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં સભ્ય તરીકે રહી ચુકેલા જે. કે. આસ્તિકનો જન્મ ૧૯૫૬ ના વર્ષની તા. ૧૫ સપ્ટેમ્બરે થયેલ. આજે યશસ્વી જીવનના ૭૦ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ હાલ અમદાવાદમાં નિવળત્ત જીવન પસાર કરી રહ્યા છે.
જે. કે. આસ્તિક અગાઉ રાજકોટમાં અધિક કલેકટર સંકલન, સૌરાષ્ટ્ર વિભાગીય નગરપાલિકા નિયામક, રૂડામાં મુખ્ય કારોબારી અધિકારી, મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર પ્રશંસનીય કામગીરી કરી ચુકયા છે. તેઓ મુળ અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકના વતની છે. આઈ.એ.એસ. કેડરમાંથી નિવળત થયા બાદ સરકારે તેમની ઉતમ કામગીરીની કદરરૂપે મહેસુલ પંચમાં નિમણુંક આપી હતી. શુભત્વથી શોભતી તેમની કારકીર્દી વહીવટી ક્ષેત્રે પ્રેરણારૂપ ગણાય છે. (મો. ૯૮૨૫૪૪૬૧૨૨ અમદાવાદ)
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
