<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઇ બારડનો જન્‍મદિન

 

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા. ૧૯: ગુજરાત રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી અને સોમનાથ-તાલાલા મતવિસ્‍તારના પૂર્વ ધારાસભ્‍ય સહકારી અગ્રણી તથા કારડીયા સમાજના વડિલ અગ્રણી એવા જસાભાઇ બારડનો આજે ૧૯ સપ્‍ટેમ્‍બરે જન્‍મદિવસ છે.

સુત્રાપાડા ખાતે જન્‍મેલ જસાભાઇ સરપંચથી માંડી રાજયના કેબીનેટ મંત્રીપદ સુધી રહી ચૂકયા છે.

સારો મળતાવડો સ્‍વભાવ, ધીરજપૂર્વક લોકોની વાત સાંભળવાનો તેઓના ગુણને કારણે આજેય પણ પ્રજાના હ્‍દયમાં સ્‍થાન ધરાવે છે. તેઓ અખિલ ગુજરાત કારડીયા સમાજના પ્રમુખ છે તદઉપરાંત સહકારી બેન્‍કના ડીરેકટર તથા જમીન વિકાસ બેન્‍ક સહિત અનેકવિધ સેવા સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે.

તેમને હાર્દિક શુભેચ્‍છાઓનો વરસાદ મોબાઇલ નં. ૯૮૨૪૦ ૪૧૭૫૮ ઉપર થઇ રહયો છે.

(1:34 PM IST)